*હું પુરૂષ છું*
🤷♂️🙎🏻♂️🤷♂️🙎🏻♂️🤷♂️
બનવુ પુરૂષ નથી સહેલુ કામ ...!
રહેવું પુરૂષ બની ઘણુ અઘરૂ કામ ...!
જન્મતાની સાથ,
ટોપલો અપેક્ષાનો આવતો સંગાથ...!
જીવન આખુ જીવાતું કુંટુંબની આસપાસ,
સમાજ પણ રાખતો
લોખંડી વ્યક્તિત્વની આશ...!
પુરૂષ એટલે જાણે લોખંડનો ખીલો,
ચાલે ન ક્યારેય વ્યવહારે ઢાલોઢીલો...!
સમાજને સ્વિકાર્ય બધા એના ખરાબ અવગુણ,
પણ,
લાગણીવશ થઈ ક્યારેક રડાવું એ તો બાયલાંપણાનો ગુણ...!
સમાજની એ જીવાદોરી,
ઘર પરીવારની ખંભે ઉઠાવતો જવાબદારી...!
સાહિત્ય સહુ સ્ત્રીને સમરે,
પુરૂષ બિચારો વિકલ્પ સ્વરૂપે...!
ઘરનો પાયો પુરૂષ,
સમાજનો મજબુત સ્તંભ પુરૂષ,
પરિવારની દિવાદાંડી પુરૂષ,
પત્નિની કરોડરજ્જુ પુરૂષ,
બાળકોની ફુલવાડી પુરૂષ...!
સ્ત્રીને પોતાની સમકક્ષ બનાવવામાં પણ પુરૂષનો મોટો હાથ,
તો ય,
સમાજમાં પુરૂષને ભાગે હરહંમેશ આવી ઓછી
વાહવાહી હાથ....!
હે જગતના નાથ,
પ્રાર્થુ જોડી બે હાથ...!
રાખજે સદા પુરૂષનો ભરોશો અડગ,
ન થાય કદીના એનો આત્મવિશ્વાસ ડગમગ...!
રાખજે સદા એને ખુશખુશાલ,
તો, એના થકી,
દુનિયા બને નવનિહાલ...!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*