ચુંબન
એક જીવતી જાગતી કવિતા ચુંબન...!
રતિ કામદેવથી રચાતુ ગઠબંધન ચુંબન...!
હોઠે હોઠથી ચુસાતી ચિંગમ ચુંબન...!
એક રશીલી ને નશીલી અભિવ્યક્તિ ચુંબન...!
સ્પર્શના અહેસાસનું સીધું ગણિત ચુંબન...!
પ્રેમ ગણો કે આશક્તિ પણ ,
એક ગજબની અધીરાઈ ચુંબન...!
ઊંચા મુલ્યે કપાળે કરાતુ,
વ્હાલની અભિવ્યક્તિનુ ચુંબન...!
અધરથી અધર મિલાવી,
મદમાતા સ્નેહથી કરાતું
રસઝરતું ચુંબન...!
હૈયાની લાગણીઓને પ્રદર્શીત કરવાનું
એક સચોટ માધ્યમ ચુંબન...!
હૈયાની જ નહી, હોઠના ય હેતની પરીક્ષા છે ચુંબન..!
ધરતી પર પણક્યારેક
સ્વર્ગનો અનુભવ કરાવતું ચુંબન...!
ચુંબનની આ ચુંબકીય
અભિવ્યક્તિને મારૂ કાવ્યાત્મક ચુંબન...!
ઋતંભરા વિશ્વજીત
ઋત્વિશ્વ
#ચુંબન