Gujarati Quote in Poem by Jatin Lad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આસક્તિ કે પછી પ્રેમ ગણો પણ છે એક અજબ અધીરાઇ,
અધરો તારાં પણ તલસે ચુંબન તણી પામવા ગહેરાઇ.
પ્રણય પ્રારંભે મન ચડ્યું ગોરંભે શ્વાસે બેચેની વરતાઈ,
ઉચ્છવાસ બે મળ્યા જરા અંતરે પણ ભવ કેરી ગહેરાઇ.
હોઠ સહેજ ખુલ્યાં,શુસ્ક થયા, અરમાને પાંખ છે ફરફરાઇ,
તારાં હોઠના ઇજન ને પામવા શરીર સૃષ્ટિ જાણે રોકાઇ.
દીર્ઘ ઉષ્ણ ઉચ્છવાસની છાલક વાગી હોઠને દીધી દુહાઇ,
ધ્રુજ્યા તારાં હોઠ,નીમંત્રણ દીધાં આપી મિલન ની વધાઇ,
તરસ્યા હોઠ ચંપાયા જ ત્યાં તો કાયા સમગ્રપણે થરકાઇ,
પ્રેમરસ વહ્યો ઐકમેકનો અદ્વૈત દ્વન્દે જાણે અનુભવાઇ.
આખી ય દુનિયા દેવાંગ ની સંકેલાઈ હોઠમાં જ સમાઇ,
રતાશ આ હોઠની બની લાલીમા આજ તારાં ચહેરે છવાઈ.
#ચુંબન

Gujarati Poem by Jatin Lad : 111355368
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now