હોઠની બની ને લાલી
તારા હોઠ ને સ્પર્શવું છે.
કાજલ બની તારા નયનનું
મારે સપનું તારું બનવું છે.
શ્વાસ બની ને તારો
મારે તારા શ્વાસ સાથે ભળવું છે.
ધડકન બની ને તારા દિલની
મારે તારા જ દિલમાં રહેવું છે
સ્મિત બની તારા ચહેરાનું
મુખડું તારું મલકાવું છે.
યાદ બની અંતરમાં તારી
હેડકી થઈ ને આવવું છે.
#ચુંબન