નહીં કહું નહીં કહું
કહેતા બધું કહી દીધું
તારા જવાબ ની રાહે
રસ્તા ભુલાવી દીધા
યાદ આવશે તને મારી
ક્યારેક તો એ વિશ્વાસ
ને શ્વાસ માં વણી લીધા
કોઈ પત્થર દિલ પણ
પીગળે એ રીતે તમને
મનાવી લીધા,
ક્યારેક દિવસ મારો પણ
આવશે એમ વિચારી
મારા દિવસો મે ઇન્તજાર
માં વિતાવી દીધા
તારા મિલન ની આશ માં
નૈન બિછાવી દીધા