વાલમજીનાં વાંકડિયા વાળે હું મ્હોઈ બેઠી,
હિરલે મઢેલું મારુ મનડું હું ખોઈ બેઠી;
પગમાં રુમઝૂમ ઝાંઝર વાગે,
અંગે પીળા પીતાંબર શોભે
એની અણીયારી આંખોમાં ઓચિંતી જોઈ બેઠી,
હિરલે મઢેલું મારુ મનડું હું ખોઈ બેઠી;
એના રે રુપ તો એણે જ દીઠા,
જે નયનમાં વહેતા ઝરણા મીઠા
એની હાજરીમાં હરખભેર હું રોઈ બેઠી,
હિરલે મઢેલું મારુ મનડું હું ખોઈ બેઠી;