સમાંતર અને સારી રીતે.
તમે રેલવે ટ્રેક જોયો છે ને ટ્રેક માં બે પાટા હોય. બંને એક બીજા થી દુર હોય પણ સમાંતર હોય. બંને ને જોડી રાખવા માટે તેની નીચે RCC ના બનેલા ચોક્કસ આકાર ના પથ્થરો હોય જેની બંને બાજુ નાળચા હોય જેમાં લોખંડ ના હુક ભરાઈ ને બંને બાજુ ના પાટા ને ફિટ રાખવા માં આવે. આટલું પૂરતું નથી, તેની નીચે થોડા મોટી સાઈઝ ના કાપચા પણ હોય, કે જ્યારે ટ્રેન પાટા પર થી પસાર થાય ત્યારે નીચે જગ્યા ના પડવા દેય. પોતે વેરવિખેર થઈ ને પાટા ને ટકાવી રાખે છે. તો પાટા ને સમાંતર રાખવા માટે ત્રણ વસ્તુ જરૂરી છે એક RCC ના બ્લોક,બીજા લોખંડ ના નાળચા અને હુક, ત્રીજા કપચા.
હિટ પોઇન્ટ:- કોઈ પણ બે વ્યક્તિઓ નો સંબંધ ત્રણ મહત્વની વસ્તુઓ પર રહેલો હોય છે. એક પ્રેમ બીજી નિષ્ઠા અથવા વફાદારી અને ત્રીજો વિશ્વાસ. રેલવે ટ્રેક ના બે પાટા ના ઉદાહરણ થી જોઈ એ. બે પાટા એ બે અલગ વ્યક્તિઓ છે જે પાસે પણ છે અને દૂર પણ છે. પાટા ને જોડતા RCC ના પથ્થરો એ બે વ્યક્તિઓ વચ્ચે નો પ્રેમ છે સૌથી મજબૂત અને અગત્યનું પાસું તેમાં તિરાડો પડે એટલે તરત એનું રિનોવેશન કરવું પડે અથવા તો કોઈ જગ્યા એ એની રીત બદલવી પડે. બીજા છે લોખંડ ના નાળચા અને હુક જે બે વ્યક્તિઓ ના સંબંધ મા નિષ્ઠા સમાન હોય છે કોઈ એક બાજુ થઈ નિષ્ઠા માં ઢીલ પડે તો એના ભાગ નો બધો ભાગ બીજી બાજુ એ સહન કરવો પડે. અને ત્રીજા જે કપચા છે એ સંબંધ મા વિશ્વાસ સમાન છે. ઘણી વાર બને કે ખરાબ સમય ખરાબ સંજોગો અને સમાજે ઠોકી બેસાડેલા કામ વગર ના નકામાં એન બિનજરૂરી નિયમો અથવા આરોપો બે સમાંતર પાટા પર થી ફૂલ સ્પીડ ધસમસતી ટ્રેન ની જેમ પસાર થાય ને તેનું દબાણ બે વ્યક્તિઓ ના વિશ્વાસ પાર અસર કરે ને અમુક વાતો માં વિશ્વાસ કપચા ની જેમ ફંગોળાઈ પણ જાય પણ શીખવાનુ એ છે કે એનાથી પ્રેમ કે નિષ્ઠા પર અસર ના થવી જોઈ એ. વિશ્વાસ ફંગોળાઈ તો થોડું એડજસ્ટ કરી સંબંધ ને સાચવી પણ શકાય. સંબંધો ને સમાંતર અને સરળ ચલાવવા માટે આ ત્રણેય નું અસ્તિત્વ અને બેલેન્સ બંને જરૂરી છે.
સુપરહિટ પોઇન્ટ:- પાટા તમે ધ્યાન થી થોડે દુર સુધી જોયા હશે તો તમને સમજાશે કે વચ્ચે વચ્ચે ક્યાંક જોઈન્ટ હોય છે તેમા. તેનું વૈજ્ઞાનિક કારણ જુદું છે પણ સંબંધો ની બાબત માં એ શીખવાનું કે સમાંતર અને સરળ ચાલવા માટે થોડા સમય પર બ્રેક પણ જરૂરી છે અને સામે વાળું આપણા માટે ક્યાંક ઉભું રેય તો આપણે પણ તેની સાથે ઉભા રેવું જોઈ એ.