#સ્વતંત્રતા
બુઢો બળદ , બેઘર થઈ ને વિચાર કરે વગડે.
લાખ લડાવતા લાડ કદી ઈ લોકો મને કાં તગડે !
જે બાપો બાપો કઈ બોલાવતા.
ખાણ દાણ ની ગુણ ખોલાવતા.
સુકું મોળું ઘાસ નિરતાય ઈ મોઢું માલિક નું બગડે.
બુઢો બળદ બેઘર થઈ ને વિચાર કરે વગડે.
ધુરા ખેંચી, ધરતી ખેડી.
અમે લોહી પરસેવો રેડી.
ઘડપણ આવ્યું આજ મારું કાં કોઈ આંગણ નાં સંઘરે ?
બુઢો બળદ, બેઘર થઈ ને વિચાર કરે વગડે.
નાથ,મોરડો ને ઘુઘરમાળા.
તેલ ચોપડયા શીંગ રૂપાળા.
અનેક મારાં ઠાઠ પૈકી કાં એકયે આજ તો ન મળે ?
બુઢો બળદ, બેઘર થઈ ને વિચાર કરે વગડે.
બાળક પોષે કે ઘરડો ઢાઢો.
નક્કી કંઈ તો હશે જ વાંધો ?
ઠીક છે ભલા , જાઉં છું હવે આવતા જન્મે મળજે .
બુઢો બળદ, બેઘર થઈ ને વિચાર કરે વગડે.
#આઝાદ