Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉હા, હથિયાર ઉપાડવા પડે છે👈

આ ભારત છે અને ભારતમાં એક કાયદો છે, જે મજબુર છે. પોતાની જ પદ્ધતિનો એ શિકાર બનેલો છે. ઘણા દિવસથી આ મુદ્દો લખવાની ઈચ્છા હતી અને આ મુદ્દો લખવાનું ચાલ્યું કર્યું છે ત્યારે એ પણ મારા ધ્યાનમાં હતું કે કાયદાની બુમો પાડતી પ્રજાતી માટે આ લેખ ખૂબ ખટકવાનો છે. કાયદો જાગીર છે અત્યારે, નેતાઓની ગુંડાઓની અને આંતકવાદીઓની.(દેશમાં બેફામ સ્મગલિંન, ભ્રષ્ટાચાર, રેપ અને આંતક મચાવે છે એ બધા, શિક્ષણમાફિયા, ભુમાફિયા આવા અનેક લોકો જે દેશમાં ગેરકાયદેસર કામો કરે છે એ આંતકવાદી જ છે.)

ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસે તથા બાળકોના અપહરણ કરતા રંગા-બિલ્લા સિવાય આ દેશમાં કોઈને ઝડપી ફાંસી આપવામાં નથી આવી. કસાબને પણ જેલમાં બિરયાની ખવડાવી 32 કરોડની, અફઝલને 10 વર્ષ સુધી જેલમાં જ રાખો એને પણ ફાંસી આપવામાં ઘણા વર્ષ નીકળી ગયા, એવું કહી શકાય કે આ વર્ષમાં એક નવી પેઢી પણ જન્મધારણ કરી આવી ગઈ હતી. કોઈ પાસે આની જવાબ છે...? આવું કેમ થાય છે...? લાલુ ઘાસ ખાઈ ગયો એ પુરવાર કરવામાં 20 વર્ષ જતા રહ્યા. કારણ કે કાયદો કાયદાનું મંદગતિએ કામ કરી રહ્યો છે. આજે ગુંડાઓને કાયદાને કોઈ જ પરવાહ નથી કારણ કે એને પણ ખબર છે એનો ગુન્હો સાબિત થાય ત્યાં સુધીમાં તો ઘણું બધું એ કરી શકે છે.

2012માં દિલ્હીમાં એક ગેંગરેપ થયો. પાંચ દોષીતોની ધડપકડ કરવામાં કારણ કે પુરા જન સમુદાયમાં ક્રોધનો માહોલ હતો. જ્યારે રેપ થયો ત્યારે એક નાબાલિક હતો, એને નજીવી સજા આપી. કારણ કે એ 18 વર્ષનો ન હતો..... જો એ નાબાલિક હતો તો એને ખબર કેમ પડી કે રેપ કરાય, જો એ નાબાલિક હતો તો આટલો હવસખોર કેમ હતો? ભારતના કાયદામાં ગુન્હા અને ગુન્હેગારને શ્રેણીમાં વેહેંચી દીધા છે એટલે જ ગુંડાઓને કાયદાનો ડર નથી લાગતો.

નિર્ભયા ગેંગરેપ કેસ 2012થી ચાલ્યો આવે છે. ચાર નરાધમોની ફાંસીની તારીખ પણ બે વાર બદલવામાં આવી છે. કારણ એટલું જ કે કોર્ટના નિર્ણયને પણ કાયદો નડતરરૂપ છે. જો કાયદો નડતરરૂપ ન હોત તો માન્યાય પટિયાલા કોર્ટને પોતે નક્કી કરેલી તારીખ ચેન્જ ન કરવી પડેત. જ્યારે પહેલીવાર કોર્ટે ફાંસીની સજાની તારીખ ફિક્સ કરી ત્યાર પછી ચારેય નરાધમોએ ફેરવિચારણાં અરજી કરી. એ પછી ચાર માંથી એક ગુન્હેગારે મર્સી પિટિશન યાની દયા અરજી શ્રી રાષ્ટ્રપતિને રજૂ કરી. જ્યારે એ અરજી ફગાવવામાં આવી અને રાષ્ટ્રપતિજી એ જે કારણથી અરજી ફગાવી એ કારણને ધ્યાનમાં લઈ નરાધમના વકીલે એને કોર્ટમાં પડકારી છેલ્લે કોર્ટનો નિર્ણય એ જ રહ્યો. અને બીજી તારીખ નક્કી કરવામાં આવી. જ્યારે 1 ફ્રેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું નક્કી કર્યું ત્યારે બીજા નરાધમે મર્સી પિટિશન દાખલ કરી. હવે રાષ્ટ્રપતિજી એને ફગાવે તો એ ફરી કારણ સાથે કોર્ટમાં પડકારસે, ફરી ત્રીજો અને પછી ચોથો નરાધમ આવી રીતે માન્યાય અદાલતની તારીખ ચેન્જ કરાવતા રહેશે અને કાયદા સાથે કાયદાકીય રીતે છેડછાડ કરી કાયદાને હકલો પાડતાં રહેશે. ઘણાએ એ પ્રશ્ન થતો હશે કે આ ચારમાંથી એક પાસે કોઈ જ વિકલ્પ રહ્યા નથી માત્ર ફાંસી સિવાય તો એને કેમ ફાંસી નથી આપતા. તો પણ હું જણાવી આપું કે કોર્ટ દ્વારા એક આદેશ થોડા વર્ષો પહેલા જાહેર કરવામાં આવ્યો હતો કે કોઈ એક ગુન્હામાં સંડોવણી ધરાવતા ગુન્હેગારને એક સાથે જ ફાંસીની સજા થવી જોઈએ. એટલે એ આદેશને અનુલક્ષી હેવાનો મજાક કરી રહ્યા છે કાયદાની.

(ક્રમશ:)

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111354674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now