ગરીબ કોઈ સજળ આંખની અભિવ્યક્તિ,
અભિધા લક્ષણા ને વ્યંજનાની પાર હતી.
કશેક પહોંચી જવાની ઉતાવળો રૂપે,
મુસાફરો હતા કિન્તુ સડક ફરાર હતી.
કે મારા દર્દ વિશે થઈ છે કોઈ ગેરસમજ,
તમે જે જોઈ ગયા એ તો સારવાર હતી
કર્યો છે સાવ મફતમાં મેં રંગનો સોદો,
અધીરો હું હતો ને ઊઠતી બજાર હતી
#અભિવ્યક્તિ