પ્રિયંકા ની પુકાર
સવારનો સમય હતો એક ખેડૂત પોતાના રસ્તે જતો હતો ત્યાં એની નજર સામે એક બળેલી લાસ પડેલી દેખાઈ, એને તરત જ પોલીસ ચોકીમાં જાણ કરી, લાસના ગળામાં ગણપતિનું લૉકેટ હતું, રાતે જે માહિતી આપી એ પ્રમાણે લાશના અમુક અંશ મેચ થતા હતા, કેરોસીન છાંટીને એને સળગાવવામાં આવી હતી અને જે બિલ્ડીંગ બનતી હતી એના ઉપરના માળથી ઘા કરી દેવામાં આવી હતી. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે ત્રણ ચાર ખાલી બોટલ દારૂની હતી. અને ફરી એક પ્રિયંકા હવસખોર ભેડિયાનો શિકાર બની ગઈ અને કાયદો અને તેના પાલનહાર ચોકી અને વિસ્તારની લપમાં ઉલજેલા જ રહ્યા.
પોતાની દીકરીને આ દશામાં જોઈને એના માતા પિતા એટલું જ બોલ્યા કે, "મારી દીકરીને જેમ સળગાવી એમ એ તમામ ગુન્હેગારને જાહેરમાં સળગાવવાની અમે માંગ કરી રહ્યા છીએ." શુ આ માંગ ખોટી છે...? કેટલા લોકો આ માંગ સાથે સહમત છે, માન્યું કે ભારતના સંવિધાન વિરુદ્ધ છે આ કાર્ય, પણ સંવિધાન પર વિશ્વાસ રહે અને આવી બીજા કોઈ હિંમત ન કરે એ માટે બે ત્રણ ને આવી સજા થવી જરૂરી છે.
ભારતના તમામ નાગરિકની જવાબદારી બને છે કે એ પોતાની આસપાસ ભયમુક્ત વાતાવરણ બનાવી રાખે, એક સારા સમાજની સ્થાપના કરી. જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે દેશના નેતાઓ અને એમના તરફેણ કરતા મીડિયાઓ મહારાષ્ટ્રના રાજકારણને 24 કલાક લાઈવ બતાવી રહ્યા હતા. એ લોકોને જરાય સમય નહતો કે એ આ ઘટના પર થોડો પ્રકાશ પાડી શકે. જ્યારે મારી સામે એ ફોટો આવ્યો ત્યારે પુરા શરીરમાં ધ્રુજારી ઉપડી ગઈ હતી, આખી રાત એ દ્રશ્ય મારી આંખ સામે હતું. શુ આમ જ રેપ થતા રહેશે કે એને રોકવા આ પૂરો સમાજ અને કાયદો જાગૃત થશે એ જોવું રહ્યું.
(સમાપ્ત)
✍️મનોજ સંતોકી માનસ✍️