વાળ પરથી જાણો કેવું છે તમારું વ્યક્તિત્વ, જાણવા
સામુદ્રિકશાસ્ત્ર ભારતીય જ્યોતિષનું મુખ્ય અંગ માનવામાં આવે છે. તેનેા આધારે શરીરના વિવિધ અંગોની રચનાને જોઇને કોઇપણ વ્યક્તિ વ્યક્તિત્વ, સ્વભાવ, ગુણ વગેરેને જાણી શકાય છે. તો આજે અમે વાત કરીશું તમારા વાળ અંગે..તમે વ્યક્તિના વાળ પરથી પણ તેમના સ્વભાવ અંગે જાણી શકો છો. તો આવો જાણીએ કેવો છે તમારો સ્વભાવ…
મહિલાઓના વાળ
– જે મહિલાના વાળ એકદમ કાળા હોય તેમજ સ્ટ્રેટ હોય તે સ્પષ્ટ વિચાર ધરાવે છે. તેઓ સ્વતંત્ર વિચાર ધરાવનારા હોય છે.
– લાંબા તેમજ સીધા વાળ ધરાવતી સ્ત્રીઓ વાસ્તવિકતામાં જીવે છે. તેઓના વિચારો ખૂબ સ્પષ્ટ હોય છે.
– તે મહિલાઓના વાળ કાન પાસે આવીને વાંકડિયા થઇ જતા હોય તેઓ ખૂબ ભાગ્યશાળી હોય છે.
– જે યુવતીઓના વાળ કાળા અને વાંકડિયા હોય તે આશાવાદી હોય છે. તેઓ શરમાળ સ્વભાવની હોય છે. તે દરેક સમસ્યાઓનો સામનો કરવા સક્ષમ હોય છે.
– બ્રાઉન વાળ અને ચમકદાર વાળ ધરાવનારી મહિલાઓ ઘણા લોકોને તેમના તરફ આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે. તેઓને સેક્સ પ્રત્યે વધારે રસ હોય છે.
પુરૂષોના વાળ
– જે પુરૂષોના વાળ એકદમ રૂક્ષ અને કઠોર હોય તેઓ કઠોર તેમજસ દુષ્ટ પ્રકૃતિના હોય છે. આવા લોકોને અન્ય લોકો સાથે તાલમેળ બેસતો નથી. પરંતુ તો તાલમેળ બેસી જાય તો તેના માટે કઇપણ કરવા તૈયાર રહે છે.
– લાંબા અને મજબૂત વાળ ધરાવનાર પુરૂષો મિલનસાર સ્વભાવના હોય છે. પરંતુ તેમને ખૂબ સંઘર્ષ કરવો પડે છે.
– જે માણસોના વાળ ચમકદાર અને કોમળ હોય તે ઇમાનદાર, વિશ્વાસુ તેમજ લાગણીશીલ હોય છે. પ્રેમની બાબતમાં તેઓ ખૂબ સમજદાર હોય છે સાથે જ સકારાત્મક હોય છે.
– ભરાવદાર વાળનો જથ્થો ધરાવનાર પુરૂષો પંડિત, ધર્મગુરુ કે અભિનેતા હોય છે.
આ મારૂ સંશોધન કરેલ છે પ્રતિભાવની અપેક્ષા