એક વડીલ ચશ્માના નંબર કઢાવવા ગયાં. ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરના લેન્સ મૂકી કહ્યું સામે લખ્યું છે તે વાંચો.
વડીલ : *જૂ.. ની... પુ...રા..ની....... પત્ની.... આપો.......ને.......મ...ન...મો..હક.....લૈલા...લઇ જા...ઓ.*
ઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાં અને ફરીથી વાંચવા કહ્યું.
વડીલ : *જૂની પુરાની પસ્તી આપો ને, મનમોહક થેલા લઇ જાઓ.*
ઓપ્ટિશિયન : હવે દેખાયું ક્લિયર ?
વડીલ : ના, આમાં થોડુંક ઝાંખું દેખાય છે...પહેલાં વાળા નંબર જ બરાબર હતાં. 😎