Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રિયંકા ની પુકાર

પોતાની જોબ પુરી થાય છે, પ્રિયંકા ને કોઈ સ્ક્રીન પ્રોબ્લેમ છે એટલે એને કોઈ ડોકટરને બતાવવા જવાનું છે. ઘરના સભ્યને ખબર છે કે એ થોડી મોડી આવશે. એ લગભગ 9 વાગે ટોડુંપલ્લી ટોલપ્લાઝા પાસે પહોંચે છે. પોતાના બાઇક પાસે જાય છે પણ બાઈકના વિલમાં પંચર થયેલું હોઈ છે પૂરું ટાયર બેસી ગયું હોય છે. આજુબાજુમાં ટ્રક ડ્રાઈવર એને ઘુરી રહ્યા છે, હાઇવે પર એક છોકરી ભયભીત થઈને ઉભી છે, પુરુષો એને હવસની નજરે જોઈ રહ્યા છે, પુરુષ...? ના, આ ભેડિયા હતા, હવસખોરો હતા, જેને ફક્ત વાસના જ દેખાતી હતી.

લગભગ રાત્રીના 9.22 કલાકે પ્રિયંકા તેની નાની બહેનને કોલ કરે છે." મને ખુબ ડર લાગે છે, અહીં બધા લોકો મને ઘુરી રહ્યા છે." તેની બહેન કહે, "દીદી તું ટોલપ્લાઝા પાસે ઉભી રહે કોઈ કેબ મળે તો એ કરી ઘરે આવતી રહે." "પણ મારે ફરી ક્લિનિક પર જવાનું છે, પછી સવારે મારે આવવા તો બાઇક જોસે. તું કોલ ન કટ કરતી મને ખુબ ડર લાગે છે, લોકો મદદ કરવાના નામે મારી નજીક આવી રહ્યા છે." એટલું પ્રિયંકા બોલી ત્યાં જ એક આવ્યો અને કહ્યું, " લાવો હું તમને મદદ કરું, બાજુમાં જ એક પંચરની દુકાન છે ત્યાં હું રીપેર કરાવીને તમને આપી જવું છું." પ્રિયંકા એ સંકોચ સાથે એને બાઇક આપ્યું, પેલો ગયો અને પાછો પકન આવી ગયો, " એ દુકાન બંધ છે બાઇકને ગાડીમાં ચડાવી આગળ બીજું ગેરેજ છે ત્યાં લઈ જવી જોસે." આ વાત ચાલે ત્યારે પણ પ્રિયંકાનો કોલ એની બહેન સાથે ચાલુ છે. પ્રિયંકા ત્યાં રહેલા લોકોની આંખોમાં રહેલી હવસ જોઈ ખૂબ ભયભીત થઈ જાય છે. લગભગ 9.42 કલાકે કોલ કટ થઈ જાય છે. પ્રિયંકાની બહેન કોલ કરે છે પણ મોબાઈલ બંધ આવે છે. શાયદ બેટરી ખતમ થઈ ગઈ હશે એવું વિચારી લગભગ 2 કલાક રાહ જોવે છે. પ્રિયંકા કોઈ કેબ કરીને આવતી હશે એવું માનીને.

ભેડિયાના જુન્ડ વચ્ચે એક કુમળી કળી પિંખાઈ જવાની છે એની ક્યાં ઘરના સભ્યમાં ભનક હતી. 2 કલાક રાહ જોયા પછી, પરિવારના બધા સભ્ય ટોડુંપલ્લી ટોલપ્લાઝા પાસે આવે છે પણ ત્યાં પ્રિયંકા કે એનું બાઇક જોવા મળતું નથી, બધાના મગજ બ્લોક થઈ ગયા છે. દીકરી ક્યાં ગઈ હશે, એની સાથે કઈ એવું તો નહીં બન્યું હોઈ ને...? નાની બહેન દોડીને શાયદરાબાદ પોલીસ ચોકી પર જાય છે, પોતાની બહેન લાપતા થઈ ગઈ છે એ માહિતી ત્યાંના પોલીસકર્મીને આપે છે. પણ એ માણસ કહે છે કે એ જગ્યા અમારા થાનામાં નથી આવતી એ જગ્યા સમસાબાદ પોલીસ થાનામાં આવે છે. આ નાની દીકરી ત્યાં જાય અને પોતાની કમ્પ્લેન નોંધાવે છે.

(ક્રમશ:

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111354365
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now