*એક દિર્ઘ કાવ્ય –કવિતામાં કહાની છે*
*
--------------
માથે ધોળા વાળ છે,
ઉંમર સીત્તેર માથે ચાર છે,
પેન્શન પણ જોરદાર છે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
ઘેર એક લાંબી ગાડી છે,
ઘર પાછળ નાનકડી વાડી છે,
એમાં તાજી દૂધી ઉગાડી છે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
અમે ખાંડ કે તેલ ખાઇએ નહી,
લસણ- ડુંગળી ઘરમાં લાઇએ નહી,
સેવા પૂજા કદી ભુલાઇએ નહી,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
અમ્મારો બાબો સેટ છે,
વહુ પણ બહુ ગ્રેટ છે,
બાબાનો બાબો સહેજ ફેટ છે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
બાબો અમારો એન.આર.આઇ,
આઇ.ટી મા એનુ નામ છે ભાઇ,
ડોલરમાં એની મોટી કમાઇ,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
બાબો અહીં ખાસ આવે નહી,
બાબાને ઇન્ડીયામાં ફાવે નહી,
અમને કામ વગર બોલાવે નહી,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
બાબાનો બાબો અંગ્રેજી બોલે,
અમને રેંજી પેંજી જેમ તોલે,
વાત સાંભળયા વગર તે દોડે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
ઘર મોટું બનાવ્યું એના માટે,
બે રુમ આખા એના ખાતે ,
વણ વપરાશે ચાદરો ફાટે,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
એટેક બેઉ ને આવી ગયા,
જમડા ડોરબેલ બજાવી ગયા,
આ ફેરા અમે ફાવી ગયા,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
દેહ દાન ના ફોરમ ભરી દીધા,
કાગળીયા બધા સહી કરી દીધા,
જીવત ક્રીયા ના દાન કરી દીધા,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
એકલા એકલા જીવી જવાના,
કદી એકલા જ સાવ મરી જવાના,
બાબા માટે ઘણું છોડી જવાના,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
ઘણું ઝાઝુ ભેગુ કરવું નહી,
લાગણીએ તરફડવું નહી,
કાલને માટે તૂટીને મરવું નહી,
અમ્મારે તો ભાઇ લીલ્લા લહેર રે....
*💐💐👍🏼👍🏼🙏🙏👌🏼👌🏼