માન્યતાઓ મન માં હોયછે.આપણે મનથી જીવીએ છીએ.
હંમેશા આપણું મન હોય છે, તેવું બીજા નું પણ હોય છે.
મનમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિ, સભ્યતા મુજબ,
આપણા ભીતર સંગ્રહ થયેલા કર્મબીજ જ વિચારો પ્રેરે છે,
તેથી આપણા સારા નરસા વિચારો આપણા છે
સામાન્યત: વિચારો બધા ને આવે છે જ, પણ કદી આપણે
વિચારો ના એ ઉદ્ભવ કે ઉદગમ સ્થાન પ્રત્યે સભાનતા
રાખતા જ નથી. હંમેશા વિચારશીલ બની , તરંગો માં
આપણે વહી જઈએ છીએ. આપણે એવો અભ્યાસ
જ નથી કરતા કે વિચાર ની ગતિ ને પકડી પાડી એ. તેથી
આપણે પરવશ પણે દોરવાઈ જતા હોય છે.
સાધક અવસ્થા માં આવે ત્યારે , ભક્ત, યોગી કે જ્ઞાની
વિશ્લેષણ કરીને જુએ છે. ત્યારે વિચારો થી પૃથક અનુભૂતિ
કરી લે છે. પણ એ અઘરૂ લાગે છે. કારણ કે મન સદાય
બહિર્મુખ જીવન માં રુચિકર લાગે છે. તમે અંતર્મુખી બની ને
વિચારો ના મૂળ ઉદગમ સુધી પહોંચવા નું છે, એ જ ખરી
સાધના છે. એ માટે વિવિધ પ્રકારની પધ્ધતિ ઓ હોય છે.
તમે સ્થિર શાંત ચિત્તે બેસવા નો અભ્યાસ કર્યો છે??
તમે વિચારો નું અવલોકન કર્યું છે? તમે મંત્ર જાપ કે પછી
પ્રાણાયામ નો અભ્યાસ કર્યો છે? અગર હા તો તમને
જરૂર સમજણ પડશે, કે વિચાર ના તરંગો કેવા હોય છે.
માટે, તમારે જીવન માં વિકાસ કરવો છે, તો તમારા મનને
અને વિચારો ને સમજવા ખુબ જરૂરી છે.
જે ભક્તિ કરે છે, તે ભાવ જગતમાં જીવે છે. તેમની
લાગણી અને પ્રેમ નો પ્રવાહ હંમેશા ત્યાગ અને સમર્પણ
માં હોય છે, બધું ઈશ્વર નું છે એમ સમજીને ચાલે છે.
તેથી વિચારો પર નિયંત્રણ મેળવી લે છે.
જે યોગી છે, એ પ્રાણ શક્તિ દ્વારા વિચારો પર નિયંત્રણ
મેળવવા માં સફળ રહે છે, જે જ્ઞાની છે, તે આત્મચિંતન
દ્વારા વિશ્વ ને ઈશ્વર નું સ્વરૂપ જાણી નિયંત્રણ મેળવી
લે છે. આપણે આપણી યોગ્યતા મુજબ અભ્યાસ કરવો
જોઈએ.
વિચારો એ તમારું પોતાનું જ સ્વરૂપ છે. તમે વિચારવંત
છો. તમારા વિચારો ને સમૃધ્ધ બનાવી સફળ બનો.
ૐ આનંદૐ....
હંમેશા કલ્યાણકારી વિચારો, પ્રેમ આનંદ વિશે વિચારો
======🤩🤩====😂😂====😍😍=====