Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Holi Special: Know Which Kind Of Holi Celebration In All Over The World

ભારતમાં જ નહીં આ દેશોમાં પણ ઉજવાય છે અનોખી હોળી!

હોળી ભારતના મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે હોળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પણ બીજા દેશોમાં પણ મનાવવામાં આવે છે. પરંતુ ત્યાં તેને મનાવવાની પદ્ધતિ અને પરંપરા જુદી છે. જાણીએ કયાં દેશમાં કેવી રીતે મનાવવામાં આવે છે હોળી...

ઇટાલીઃ-

ઇટાલીમાં આ ઉત્સવ ફેબ્રુઆરી મહિનામાં રેડિકાના નામે મનાવવામાં આવે છે. સાંજે લોકો જુદી-જુદી વેશભૂષામાં કાર્નિવલની મૂર્તિને એક રથમાં બેસાડી, ગાતા-વગાડતા ઝુલૂસના રૂપમાં નિકળે છે. આ ઝૂલૂસ નગરના મુખ્ય મુખ્ય ચાર રસ્તાઓથી પસાર થઈ શહેરના મુખ્ય ચોક ઉપર પહોંચે છે. ત્યાં એકઠા કરેલા સૂકાં લાકડાંને આ રથમાં ઊભા કરી આગ પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ બધા નાચ-ગાન કરે છે.

ફ્રાન્સઃ-

ફ્રાન્સના નારમંડી નામના સ્થળે ઘાસથી બનેલી મૂર્તિને શહેરમાં ફેરવી ગાળો તથા અશ્લીલ શબ્દો બોલતા આગ લગાડવામાં આવે છે. બાળકો હો-હલ્લા કરતા તેના ચક્કર લગાવે છે.

જર્મનીઃ-

-ઇસ્ટરના સમયમાં વૃક્ષોને કાપીને ગાડી દેવામાં આવે છે. તેને ચારેય તરફથી લાકડાં આને ઘાસનો ઢગલો કરવામાં આવે છે અને તેમાં આગ લગાડવામાં આવે છે. તે સમયે એક-બીજાના મોં ઉપર રંગ લગાડે છે અને એકબીજાના કપડાં ઉપર રંગોના થપ્પા લગાડીને લોકો ખૂબ જ આનંદ કરે છે.

સ્વીડન નોર્વેઃ-

-સેન્ટ જોનની પવિત્ર તિથિ ઉપર લોકો એકઠા થઈ અગ્નિ ક્રીડા મહોત્સવ કરે છે. સાંજે કોઈ મોટા સ્થાને આગ લગાડી નાચે-ગાય છે ને અગ્નિની પરિક્રમા કરે છે.

સાઇબેરિયાઃ-

ગ્રીષ્મઋતુના આગમન પહેલા બાળકો ઘરે-ઘરે ફરીને લાકડાંઓ એકઠા કરે છે અને ત્યારબાદ એક જગ્યાએ ભેગા કરી આગ લગાડવામાં આવે છે. સ્ત્રી-પુરુષ એકબીજાના હાથ પકડીને ત્રણવાર અગ્નિની પરિક્રમા કરી અગ્નિને ક્રોસ-(ઓળંગે) કરે છે. તેમનું માનવું છે કે એમ કરવાથી આખા વર્ષમાં તાવ નથી આવતો.

અમેરિકાઃ-
-અમેરિકામાં હોળીનો તહેવાર હેલોઇન નામથી દરવર્ષે 31 ઓક્ટોબરની રાત્રે મનાવવામાં આવે છે. આ તહેવારમાં બાળકોની ટોળીઓ સૂર્યાસ્ત પછી હેલોઈન રમવા માટે તૈયાર થઈ જાય છે.એટલે આ રીતે હોળીનો તહેવાર ભારતમાં જ નહીં દુનિયાના બધા દેશોમાં કોઈને કોઈ નામે ચોક્કસ ઉજવવામાં આવે છે. નામ ભલે અલગ હોય પણ તેની પાછળની ભાવનાઓ લોક એકતા અને સંબંધોની જાળવણી તથા ઉત્સાહ પ્રગટ કરવાનો જ હોય છે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111354279
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now