*પગરવ*
🐾🐾🐾🐾🐾
તમે યુવાનીમાં પગરવ કર્યાને....
જાણે દીલમાં રણકાર,
જાણે હૈયામાં વાગી ઝાલર,
જાણે વસંતનો વૈભવ ખીલ્યો,
જાણે ચાંદની સોળે કળાએ ખીલી,
જાણે ફાગણ મહોર્યો,
જાણે મુરઝાયેલ કળીઓ ખીલી,
જાણે કુદરતનો એક કરિશ્મા થયો,
જાણે ઝરણુ અલ્લડ થઈ વહેવા લાગ્યું,
જાણે હવા ધીમી વહેવા લાગી,
જાણે મોરલા ટહુકવા લાગ્યા,
જાણે આકાશે મેઘધનુષ્ય દેખાવા લાગ્યા,
જાણે પ્રક્રૃતિ સોળે કળાએ ખીલવા લાગી.
ઓહોહો.....!!
અહો રૂપમ....!
અહો ધ્વની...!
તમારા *પગરવ* જ જો આટલા કરિશ્માઈ હોય તો સાક્ષાત સ્વરૂપ કેટલું બધું અદ્ભુત અને અદ્વિતિય હશે....!
તમને સાક્ષાત ,સદેહે પગથી મસ્તક સુધી નિરખતાં.....
હું એક ધડકારો ચૂકી ગયો...
મને થયુ હું શ્વાસ લેવાનું પણ ભુલી જઈશ....!
સ્વર્ણકન્યા ,બ્રહ્માંડસુંદરી કે સ્વર્ગની અપ્સરા આવી જ હશે....!
ફાટફાટ યૌવન,મદમાતી આંખો, સુડોળ અંગોને અવાચક બનીને નિરખતો જ રહ્યો....!!
હું તદ્દન નિ:શબ્દ અને સ્તબ્ધ...!
એમની આંખો સાથે મારી આંખોનો થયો સંવાદ...!
હ્રદયના જંજોડાયા તાર ને છેડાયા આલાપ....!
શબ્દો થયા મૌન...!
ક્ષણીકમાં જ
હું ભવોભવનો ફેરો ચુકી ગયો, ને
પ્રેમના *પગરવ* નો કટોરો પી ગયો...!!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*