#Expression
#અભિવ્યક્તિ
હૃદયથી જન્મેલું કવિનું કવન એટલે કવિતા,
કાગળને કલમનું થયેલું તપન એટલે કવિતા.
લખાય છે ક્યારેક લાગણી તો ક્યારેક કલ્પન,
અનુભવથી થયેલું શબ્દોનું જતન એટલે કવિતા.
છંદ,અછાંદસ, ગઝલ લખવાની રીત કહેવાય,
ભાવ નિરૂપણ દ્વારા કરેલું મનન એટલે કવિતા.
ક્યારેક આગ ક્યારેક પ્રેમ ક્યારેક ઝરે લાગણી,
વ્યથા-વેદના,પ્રણયનું જેમાં સમન એટલે કવિતા.
છે રીત સરળ મન-હૃદયનાં ભાવ અભિવ્યક્તિની,
મારાં માટે મારાં જીવનબાગનું ચમન એટલે કવિતા.
તરૂ મિસ્ત્રી....