અભિવ્યક્તિના પરચમ લઈ દેશ સળગાવી રહ્યા છે,
કામ ચોરો કામના નામે આ પ્રજાને ભડકાવી રહ્યા છે.
એમને જોઈએ આઝાદી તોસૈનિક આપવા તૈયાર છે,
જે નાપાકી સાજીસકરતાને આજ હંફાવી રહ્યા છે.
અભિવ્યક્તિના નામ પર એ માતાને આપે છે ગાળો,
પોતાની વતનવિરોધી વિધારધારા જે બતાવી રહ્યા છે.
વીર તો એ છે જે સીમાપાર હસતો રહ્યો શત્રુ સામે,
અહીં અમુક ગદ્દાર નિર્દોષ સામે બંદૂક ઉઠાવી રહ્યા છે.
કોને જોઈએ છે આઝાદી? "મનોજ" આપી દેશે તેને,
તમે ન સમજતા ફક્ત મનોજ કવિતા બનાવી રહ્યા છે.
મનોજ સંતોકી માનસ
#અભિવ્યક્તિ