પ્રેમમાં હરદમ અભિવ્યક્તિની જ ક્યાં જરૂર છે,
મેં તો બસ તારી આંખો વાંચી હતી,
હોઠથી તો તે આજ સુધી કબૂલાત નથી કરી,
પણ તારી આંખોમાં મેં મારા માટેનો અપાર પ્રેમ જોયો છે,
હા સમજી શકું છું તારું અભિવ્યક્ત ના થવાનું કારણ,
તારી જવાબદારી મારા પ્રેમ કરતાં ઘણી મોટી છે,
અને એટલે જ, હું તારી આ જવાબદારી નિભાવી શકાય એ માટે રાહ જોવા તૈયાર છું,
એક બે દિવસ કે એક બે વર્ષ સુધી નહીં...
જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી...
હું બસ તારો જ રહીશ, તું ગમે ત્યારે મારો હાથ માંગી લેજે ...
હાથ શું, જીવ આપતા પણ નહીં અચકાઉ....
to..#કેપ્ટન @શ્યામ
#અભિવ્યક્તિ