હાજરી"
સુગંધા ની નોકરીમાં જોડાયા ને હજી ખૂબ જ ઓછો સમય થયો હતો .પરંતુ સુગંધા ના સુંદર સ્વભાવથી બધા જ વિદ્યાર્થીઓ તેમને આદર અને માનસન્માન આપતા ,અને સુગંધાની દરેક વાતોનો સ્વીકાર પણ કરતા કારણકે સુગંધા હતી જખૂબ જ સરળ અને મિલનસાર સ્વભાવની.
શાળાએ આવી ને પોતાનું દૈનિક કાર્ય પ્રમાણે સુગંધા જ્યારે ક્લાસમાં જાય ત્યારે રોજ હાજરી પુરે.એ એક સરકારી શાળામાં હતી એટલે બાળકોને શાળા એ ફરજિયાત આવવા માટે થઈને જે ગેરહાજર બાળકો હોય એને સજા પણ પાઠવતી પણ સજા એવી કે દરેક બાળકો શાળાએ આવવા માટે પણ પ્રેરાય અને બોજ પણ ન લાગે. જે બાળકો શાળાએ ન આવે તેને દંડ રૂપે પાંચ રૂપિયા ફાળવવાના અને એ જે ફંડ ભેગું થાય તેમાંથી બાળકો માટે તેને ગમતા મનગમતા પુસ્તકો લઈ આવી વાંચવા આપવા.
સુગંધા ઘણી વખત હાજરી પુરવા સમયે બાળકોની આંખોમાં ઘણું બધું વાંચી પણ લેતી તેના વર્ગમાં જ ભણતી ઊર્મિ નામની છોકરી જે સ્વાભાવિક ખૂબ જ શાંત અને હંમેશા ચૂપચાપ બેસી રહેતી થોડા સમય બાદ ઊર્મિઘણા દિવસ સુધી શાળાએ ન આવી એટલે તેની આસપાસ રહેતા બાળકોને જ્યારે પૂછે છે ત્યારે ખબર પડે છે કે હવે તે ક્યારેય નહીં આવે..
સુગંધા બીજા વિદ્યાર્થીઓ પાસેથી તેના ઘરના નંબર મેળવીને તેને ફોન કરે છે. તો જાણવા મળે છે કે ઊર્મિ તેના મામાના ઘરે જતી રહી છે હવે તે ક્યારેય ભણવા નહીં આવે. આમ અચાનક ઊર્મિ ને શું થયું એ વિચારથી જ સુગંધા ને કંઈક અલગ જ વિચારો આવવા માંડે છે ગમે તેમ કરીને એ એના મામાના ઘરનો સંપર્ક સાધે છે અને ત્યાં ફોન દ્વારા વાતચીત કરે છે તો ઊર્મિ સાથેની પ્રત્યક્ષ વાત થી જાણવા મળે છે કે ઊર્મિ ના ઘરમાં તેના માતા-પિતા અને દાદીના ઝઘડાથી હવે તેની માતા તેના પિયર જતી રહી છે ઉર્મીરડે છે અને તેના વર્ગ શિક્ષકને કહે છે કે બેન મારે ભણવું છે પણ જો મારા માતા-પિતા અલગ થઈ જશે તો હું ભણી શકીશ નહીં તમે ગમે તે કરો મારા પપ્પાને સમજાવો અને આટલી વાતથી સુગંધાને એ સમજાઈ જાય છે કે મૂળ વાત શું છે સુગંધા ત્યાં જ અટકી નથી જતી ગમે તે કરીને ઊર્મિ ના પપ્પા નો સંપર્ક સાધે છે અને તેને પ્રેમથી સમજાવે છે એ તમારા માટે તમારી બાળકીનું જીવન કેટલું અગત્યનું છે થોડું જતું કરીને ગમે તેમ કરી ઊર્મિ અને તેની માતાને સમજાવીને મનાવીને તેની ફરીથી લઈ આવો... અને ઉર્મિ ના પિતા તેને લેવા માટે જાય છે અને સુગંધા નું આ એક પગલું ખુબ સરસ વળાંક લઇ આવે છે અત્યારે ઊર્મિ તેના પરિવાર સાથે ખૂબ જ ખુશ છે અને ફરી થી શાળાએ પણ નિયમિત જાય છે.....