Gujarati Quote in Poem by Nirav Patel SHYAM

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી યાદ માં સૂર પ્રેમના અમસ્તા જ રેલાઈ ગયા,
આગમન તારું થયું, ને અરમાન હૃદયે ફેલાઈ ગયા !!

ધોધમાર વરસાદે અમેતો સાવ કોરાખટ્ટ થઈને ઉભા,
લાંબા હાથ કરી તે ધરી છત્રીને અમે ભીંજાઈ ગયા !!

નજરથી નજર મળવાના દાવાને પણ હું ખોટો માનતો,
અધરે આવેલા સ્મિતને જોઈ પાછા અમે મુંઝાઈ ગયા !!

અજાણ્યા સ્થાનેથી પણ પહોંચી જતો મંઝિલ સુધી,
કામણગારી તારી આંખોમાં ડૂબકી દઈ ખોવાઈ ગયા !!

શોધીએ તોય મળતી નથી છટકબારી હવે પ્રેમમાં,
"શ્યામ" અને "રાધા" તો એક તાંતણે બંધાઈ ગયા !!

#નીરવ_પટેલ
#શ્યામ

Gujarati Poem by Nirav Patel SHYAM : 111353783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now