Gujarati Quote in Quotes by Gujrat police

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*: પ્રેરણાત્મક સત્યવાત :*

મુંબઈથી બેંગ્લોર જઈ ટ્રેનમાં ટિકિટ ન હોવાને કારણે ૧૪ વરસની એક છોકરી  સીટની નીચે છુપાઈ ગઈ હતી… ટ્રેનમાં ટિકિટ ચેક કરવા આવેલા ટીસીની નજર અચાનક સીટ નીચે છુપાયલી એ યુવતી પર પડી. ટીસીએ છોકરીને કહ્યું ‘એ છોકરી ટિકિટ બતાવ !’
છોકરીએ ડરતા કહ્યું, ‘સાહેબ મારી પાસે ટિકિટ નથી…’
ટીસીએ ગ્રુરસામાં કહ્યું, ‘તો પછી ઉતર ટ્રેનમાંથી.’

‘આ છોકરીની ટિકિટ હું… આપું છું… પાછળથી એ જ ડબ્બામાં મુસાફરી કરી રહેલી સ્ત્રીએ ટીસીને કહ્યું છોકરીની ટિકિટના પૈસા હું આપી દઈશ.’ એ સ્ત્રીનું નામ  ઉષા ભટ્ટચાર્ય હતું. જે પોતે એક પ્રોફેસર હતા.
ઉષાજીએ ખૂબ જ શાંતિથી પેલી છોકરીને પૂછ્યું
‘દીકરા, તારે કયાં જવું છે ?’
છોકરીએ કહ્યું, ‘મેડમ, મને જ ખબર નથી મારે કયાં જવું છે.’ …ઉષાજીએ છોકરીને કહ્યું, ‘એક કામ કર. …તુ મારી સાથે બેંગ્લોર ચાલ.’ ઉષાજીએ ટીસીને કહ્યું, ‘આ છોકરીની બેંગ્લોર સુધીની ટિકિટ આપી દો.

ટીસી પાસેથી ટિકિટ લીધાં પછી ઉષાજીએ પેલી છોકરીને પૂછવું, ‘તારું નામ શું છે ?’
છોકરીએ કહ્યું, ‘ચિત્રા.’
બેંગ્લોર પહોંચ્યા… પછી ઉષાજીએ ચિત્રાને અક… સ્વયંસેવી સંસ્થાને સોંપી અને એ છોકરીનું એડમિશન એક સારી સ્કૂલમાં કરાવી દીધુ. થોડા સમય પછી ઉષાજીની ટ્રાન્સફર દિલ્હી થઈ ગઈ. …જેના કારણે ઉષાજી અને ચિત્રાનો સપક તૂટી ગયો… કયારેક કયારેક
બન્ને વચ્ચે ફોન પર વાત થઈ ’ જતી…

લગભગ વીસ વરસ પછી ઉષાજીને લેકચર આપવા માટે અમેરિકાના
સાન ફ્રાન્સિસ્કો શહેરમાં બોલાવવામાં આવ્યા.
લેકચર પતી ગયા પછી ઉષાજી સાન ફ્રાન્સિસ્કો શહેરમાં હોટલનું બિલ આપવા રિસેપ્શન પર પહોચ્યાં તો એમને ખબર પડી કે પાછળ ઊભેલા ખૂબસૂરત દંપતિએ …પતિએ બિલ ચૂકવી દીધું છે. ઉષાજીએ નવાઈ સાથે દંપતિને પૂછ્યું, ‘આપે મારું બિલ કેમ ચૂકાવ્યું?’

દંપતિમાં પતિ સાથે ઊભેલી સ્ત્રીએ કહ્યું, ‘મેડમ, મુંબઈથી બેંગ્લોર સુધીની રેલવે ટિકિટ સામે આ તો કંઈ પણ નથી.’
' અરે ચિત્રા' !
ઉષાજીના મોઢેથી નીકળી ગયું, ‘

ચિત્રા એ બીજુ… કોઈ નહિ
પણ ઈન્ફૉસિસ ફાઉન્ડેશનના
ચેરમેન સુધા મૂર્તિ હતા, જે ઇન્ફોસિસસના સહસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે.

આ નાનકડી વાર્તા એમણે લખેલા પુસ્તક *‘ધ ડે આઈ સ્તોપ્ડ ડ્રિન્કિંગ મિલ્ક'* માંથી લેવામાં આવી છે.…

_*ક્યારેક તમે કોઈકને કરેલી મદદ એનું જીવન બદલી શકે છે. જો જીવનમાં કંઈ કમાવવા માગો છો, તો મદદ કરતા રહો, પુણ્ય કમાતા રહો. કારણ કે આ એ જ માર્ગ, જેનો એન્ડ સ્વર્ગમાં થાય છે.*_

*શુભ બપોર*

Gujarati Quotes by Gujrat police : 111353712
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now