. *નારી*
〰️〰️〰️〰️
નારી ઓ નારી...
તું તો થઈ હવે,
સો પર ભારી.
અડીખમ કદમ માંડનારી,
તું ના રહી હવે
બિચારી.
અસીમ પ્રેમ વહેંચનારી,
ભણીગણીને કરશે દરેક કામ વિચારી.
સૌ સંઘર્ષો સામે ઝઝુમનારી,
જીંદગીમાં એ સતત ટકનારી.
વિશ્વભરમાં ગુંજી ઉઠશે એની કલાકારી,
ઝુમીને ગાશે એ રાગ જ્યારે મલ્હારી.
લગીરે ય ના કરશો એના વિરૂધ્ધ લવારી,
પડકારોને કરશે પાર
સ્વિકારી જવાબદારી.
સુસંસ્કૃત સમાજની તો એની ઠેકેદારી,
ના બનશો એના વિસર્જનના બળાત્કારી.
પતિની તો કાયમ સહચારી,
સ્વ ના ભોગે પરિવાર થી સઘળું સદા હારી.
ના ફેરવશો એના અરમાનો પર આરી,
એ સદૈવ પોતાનું સર્વસ્વ પારકા માટે ન્યોછાવર કરનારી.
નારી તો છે સમગ્ર જગતમાં કલ્યાણકારી,
રાખશો આ જાણકારી તો
સદૈવ પામશો
સાક્ષાત શક્તિની
બલિહારી.
કાયમ રહો
સમસ્ત નારી જાતીના ઉપકારી,
એ તો છે સમગ્ર બ્રહ્માંડની જન્મદાત્રી.
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
〰️〰️〰️〰️
*સરનામુ*
ઋતંભરા વિશ્વજીત
૨૮ લક્સ્ય રીજન્સિ, આષ્લેષા બંગ્લોઝ પાછળ,
આણંદ બાકરોલ રોડ,
પોસ્ટ:બાકરોલ
આણંદ.૩૮૮૩૧૫
Mob No:
Wts app no
*9913603619*
9327502831
E mail:-
*rutambharavthakar@gmail.com*