#ચહેરો
*ચહેરો*
♾️♾️♾️♾️
બાળકના જન્મથી જ ઈશ્વર તરફથી મળતો ચહેરો....!
આગવી ઓળખ આપતો ચહેરો...!
*ચહેરો*
એક અદ્ભુત, અદ્ભિતિય ભેટ....!
એનો ચહેરો માતાને મળતો આવશે કે પિતાને...,
રમાડવા આવનાર સૌનો સંવાદ....!
ક્યારેક મળેલ ચહેરે મૉં બાપ ઓળખાશે...એવી એક આશ...!
*ચહેરો*
એક અદ્ભૂત, અદ્વિતિય ભેટ...!
ચહેરો અવ્યકત અભિવ્યક્તિનું પ્રતિબિંબ,
એ અભિવ્યક્તિ મુક થાય ત્યારે પણ બોલતો રે'તો...!
*ચહેરો*
એક, અદ્ભુત,અદ્વિતિય ભેટ...!
માનવે માનવે વિભિન્ન ચહેરા..., કોઈ પ્રેમાળ ,કોઈ કડક,કોઈ રૂપાળો, કોઈ કદરૂપો....
તોય દિલની ભાષા. રજુ કરતો,
*ચહેરો*
એક, અદ્ભુત ,અદ્વિતિય ભેટ...!
ક્યારેક કોઈક ચહેરો જોઈને થતું અજબનું આકર્ષણ, કોઈક ચહેરો ઉપજાવતો જુગુપ્સા કે રીશ....!
સ્મિત પાછળની વેદના ને વેદના પાછળનું સ્મિત છુપાવતો રે'તો....
*ચહેરો*
એક અદભુત,અદ્વિતિય ભેટ...!
ચહેરો વાંચવાની કલા અદ્ભુત !
ક્યારેક માનવી એમાંય ખાતો થાપ...!
કારણ ચહેરો બદલવામાં માહેર માનવી મોટા ધુરંધરોને ય કરતો મ્હાત....!
*ચહેરો*
એક અદ્ભુત, અદ્વિતિય ભેટ...!
કલમ પકડું હાથમાં ને એક ચહેરો નજર સમક્ષ ..
અવિરત ઝળહળે...!
મારા પ્રભુજી નો...
🙏🏻
મારૂ ધબકતું હ્રદય, મારૂ બ્રહ્મ રંદ્ર ,મારા અસ્તિત્વનો ઊર્જા સ્ત્રોત....!
કારણકે......
મારો ચહેરો...
મારા 'વ્હાલુડા' તરફથી મળેલ સહી વગરની ભલામણ ચિઠ્ઠિ.....
*ચહેરો*
એક અદ્ભુત ,અદ્વિતિય ભેટ..!
-ઋતંભરા વિશ્વજીત
🎊🎊🎊🎊🎊