*આગમન*
મેં તો તમારા *આગમન* નો એકડો ઘુંટ્યો,
મારાથી આજ પ્રતિક્ષાનો બંધ તુટ્યો.
તમારા *આગમને* બાંધ્યા'તા, તોરણ બારસાખે,
થઈ ઘેલી કરતી આવન જાવન અંદર બાહર વારંવારે.
હરખે બનાવ્યા'તા છપ્પનભોગ તમ કાજ,
ઘેલાપણામાં ન કીધો સહેજે આરામ આજ.
ધાર્યુ'તું આવશો જરૂર,
કરતી રહી
ગુરૂર.
બની અહલ્યાના રામ,
આવી કરશો મારો ઉધ્ધાર,
મારી ઈચ્છા એટલી તો નીકળી ઉધાર.
આગમન તમારુ નીકળી અટકળ,
શકયતાઓ બની
ઝાંકળ.
ધાર્યુ તો ધણીનું જ થાય,
મારી ઈચ્છા એટલે તો ફળી નહીં.
એક ભ્રમનો આશરો હતો ,એય તુટી ગયો,
મારો વિષાદ એટલે જ તો શ્રધ્ધા બની ગયો.
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*