તું છોડ હકીકત બધી, શમણાની વાત કર,
પૂર્વાનુમાન, કલ્પના, ભ્રમણાની વાત કર;
વીતી ગઈ જે રાત એ વીતી ગઈ હવે,
અત્યારની ને આજની, હમણાની વાત કર;
તારી તરસ ને ઝંખના સમજી જશે બધા,
મૃગજળને દેખી દોડતા હરણાની વાત કર;
ખંજર બન્યા એ પીઠનું એમાં નવાઈ શી?
ચહેરા હતાં જ કેટલાં નમણાં! – ની વાત કર;
ડૂબી ગયાની દોસ્ત, એ ચર્ચામહીં ન પડ!
ઓથે રહ્યો’તો જેની એ તરણાની વાત કર.
#ચહેરો