આંખો મારી તરસે છે હવે,
સમય મારો ખૂટે છે હવે,
નિત નવો દિવસ લાગે હવે,
ઘડીઓ ગણાતી જાય હવે,
કેવું સુંદર એ સપનું હશે,
કેવો એ મમતાનો પળ હશે,
મારા હાથોમાં મારો અંશ હશે,
ચહેરો એ કેવો મારા વંશનો હશે,
ભાવ નવા જન્મનો મને થશે,
એક નવી દુનિયા હવે મારી થશે,
ના કોઈ મારૂ ભાગીદાર થશે,
બસ એ કુંખ મારા હાથ રમશે,
માસુમ ચહેરો કરવો એ હશે,
જે મારી માતૃતનો એક ભાગ હશે.
બિંદીયા
#ચહેરો