સાપ સીડીની ચાલ જેવી છે
છોકરી તો કમાલ જેવી છે
કોણ હિંમત કરી ઉઠાવે આંખ
તીર, તલવાર, ઢાલ જેવી છે
એક ચપટી ભરું છું આંખોથી
દૂર ઊડતા ગુલાલ જેવી છે
હા કે ના નો જવાબ માંગે કોણ?
એ સળગતા સવાલ જેવી છે
સોળમું બેઠું છે હજી હમણાં
શાયરોના ખયાલ જેવી છે
ડાઘ મેલી નજરથી લાગે ના
સાવ કોરા રૂમાલ જેવી છે
ત્યાં સુધી પ્હોંચી નહિ શકો 'સાગર'
ચાઈનાની દીવાલ જેવી છે
રાકેશ સગર, સાગર, વડોદરા