Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વિશ્વાસઘાત*
〰️〰️〰️〰️
જીંદગીમાં થી એક વાત શીખી.......,

જે ગમતું તે જ, આપણી સાથે રમત રમતું,
બગાડે આપણી લાગણીઓનાં હાલાત,
આપે વારંવાર આઘાત પર આઘાત,
છલનાં કરવામાં તો એકદમ નિષ્ણાંત,
કરે આપણા વિશ્વાસ પર વજ્રઘાત,
તો ય ન આપી શકીએ કોઈ પ્રત્યાઘાત,
તોય આપણે આ જીરવીયે ઘાત,
પ્રેમમાં ભરોસાની કિંમત ઘટાડતો વિશ્વાસઘાત,
દુશ્મનો સામે તો કદાચ લડાત,
પરંતુ...
જરાસંઘ બની ક્યારેય ના કરશો
વિશ્વાસઘાત,
વિશ્વાસ શબ્દમાં આવતો શ્વાસ,
છતાંય મૃત્યુ ય રમી જતું
રમત,
ભર યુવાનીમાં કેટલાયનાં શ્વાસની કરતું કપાત,
અને એય મારૂ વ્હાલું કરતું
વિશ્વાસઘાત !!

-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111352906
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now