Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તારો જવાબ શું હશે?*
〰️〰️〰️〰️〰️
હું કાયમ પુછતી તમને એક વાત...,
તમે આવશો મારી સાથ કે છોડશો મારો હાથ..! ?
તો
*તમારો જવાબ શું હશે?*

તમારા આગમનની રાહ જોઉં કે એકલી જાઉં,
સંગાથ આવશો કે છોડશો સાથ...!?
તો,
*તમારો જવાબ શું હશે ?*

જીવનના દરેક પ્રશ્નોનું નિરાકરણ એકલા નહી લવાય,
કરશો વિવાદ કે પછી સાંધશો સંવાદ...!?
તો
*તમારો જવાબ શું હશે?*

કાયમ હું જ કહુ કે તમે જીત્યા ને હું હારી,
ત્યારે કરશો જીતનો ઉન્માદ કે પછી સ્વિકારશો હાર...!?
તો ,
*તમારો જવાબ શું હશે?*

કાયમ પ્રેમમાં પહેલ મારે જ કરવાની !!
અસ્તિત્વનો આનંદ ઉજવું કે પછી મારૂ સર્વસ્વ ઓગાળી નાખું..!?
તો,
*તમારો જવાબ શું હશે?*

કાયમ જ પ્રથમ રહેવાની હોડમાં તમે ઘણું બધુ ગુમાવ્યુ,
પહેલા ઈંડુ આવશે કે મરઘી...!?
તો,
*તમારો જવાબ શું હશે?*

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી એટલે જમાનાને ખરાબ કહો છો,
પે'લુ તમારૂ નામ કહું કે ખુદને બદનામ કરૂ ...!?
તો,
*તમારો જવાબ શું હશે?*

નાની વાતોના સવાલોમાં ગુંચવાઈ ગઈ જીંદગી,
બિંદાસ્ત રહું કે પછી તમારા જવાબોની રાહ જોયા કરૂ...!?
તો ય ફરી ફરી પુછું...
*તમારો જવાબ શું હશે ?*

-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111352899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now