#*સ્વતંત્રતા*
મારા દેશમાં
રે ભાઈ,
અભિવ્યક્તિની સ્વતંત્રતા....!
બેફામ શબ્દોના વેડફાટમાં,
વાચાના બફાટમાં,
નેતાના ઠાલા વચનોમાં,
પ્રજાની લાગણીઓ સાથે ચેંડા,
મારા દેશમાં
રે ભાઈ , અભિવ્યક્તિની સ્વતંત્રતા....!
નકામા આંદોલનોમાં સમયનો બગાડ,
સામાન્યજનની હાંડમારીઓ વચ્ચે,
નફિકરા લોકો અને ગરિમાવિહીન નિવેદનો વચ્ચે,
મારા દેશમાં
રે ભાઈ,અભિવ્યક્તિની સ્વતંત્રતા....!
અવ્યકત અભિવ્યક્તિએ વાચાળ નિર્માલ્યતા,
વિભિન્નતામાં એકતા વચ્ચે,
ટોળામાં ય એકલા,
મારા દેશમાં
રે ભાઈ,અભિવ્યક્તિની સ્વતંત્રતા....!
-ઋતંભરા વીશ્વજીત
*ઋત્વિશ્વ*