સ્વતંત્રતા*
ઉગી ઉષા એ
લાલ કિરણોની લાલીએ..!
ઉઠ્યા જીવ એ
મીઠી કિલકારીની બોલીએ..!
મન પ્રફુલ્લતાએ
ખીલ્યાં ફૂલને કળીએ...!
મહેંકી પગદંડીએ
ધૂળને પત્થરની પાળીએ..!
મૂઠ્ઠી ભરી ચણ ચણીએ
કલરવ કરી માનવ મન ભાળીએ..!
સ્વભાવે તે ન જાઈએ
પિંજરે ,ગુલદસ્તેે ન વળીએ..!
*સ્વતંત્રતા *તુ ઈચ્છેએ
*આઝાદી*અમ મૂક જીવ વળીએ...!
જયશ્રી.પટેલ