કરચલીઓ..
જુના પત્રની...
કાગળ પણ કરચલી
કરચલી થઈ ગયો હતો
તેના અક્ષરો તો પણ
હૃદયની ધમણ પેસીમાં
ચક્રમાન થઈ ફરી રહ્યા..
હા તે તો ફૂલોની સુવાસ
જેવા જ મહેંકી રહ્યા હતા..
તું મારી ને હું તારો એમજ
વિશ્વાસ આજે પણ દઈ
દઈ ચિત્કારી રહ્યા હતા..
ફરી કાગળ ખોલવો જ
ન પડ્યો તેની કરચલીઓ
તેમની તેમજ ઘણું કહી ગઈ...
જયશ્રી પટેલ
૩/૩/૨૦૨૦