કેટ-કેટલું કહેવું છે મારે તને
ભાવોમાં શબ્દો છુપાયેલા છે
આમ કદાચ મને પણ નહીં સમજાય
મારે તને મળવું છે
ઝઝૂમતા વંટોળમાં પણ આવીશ
આંખમાં પ્રેમની ચિનગારી હશે
શબ્દો બહુ બધા નહીં કહી શકું
પણ મારે તને મળવું છે
હોય દાવાનળ ભલે ચારેકોર
મારું મન ભલે પ્રેમ વન રહી
તારી શીતળ સ્મિતની સ્મૃતિ સાથે હશે
પણ મારે તને મળવું છે
દુઃખનો સાગર મારી આંખો સમક્ષ છે
મારા પ્રેમનો તરવરાટ સાથે લાવીશ
બહુ તો કદાચ બોલી ન શકું
પણ મારે તને મળવું છે
Always aman (poems of aman)