#Freedom
ઓળખો છો મને?
ના....નહિ જ ઓળખો..
હું સ્ત્રી છું.
ચાર દીવાલો વચ્ચે રાત દિવસ અવિરત કાર્ય કરતી,
દરેકની સગવડો સાચવવા પ્રયત્નશીલ,
બસ પોતાની તમન્નાઓનું આકાશ દર્પણમાં ઝંખતી....
મને ક્યારેક તો મળશે આઝાદી...!
ફરફર કરતી પતંગિયાની જેમ ઉડી જઈશ.
એક ફ્રેમ માં કેદ થઈશ ને પછી,
મને મળશે પેલી મુક્તિ,
સ્વતંત્રતા .........
તમામ યાતનાઓમાંથી!
તન્વી ટંડેલ