એની આંખ નો એકેએક ખૂણો કંઇક નવું કહે છે
ક્યારેક મારા સપના, ક્યારેક એના
કયરેક mood on, ક્યારેક off
ક્યારેક ખૂબ જ શાંત, ક્યારેક તત્પર
ક્યારેક ઉત્સાહી, ક્યારેક સાવ જ ફિક્કી
પણ તેની કીકી પર નો દરેક ભાવ હું ઓળખું છું,
જાણું છું, સમજવાનો પ્રયાસ કરું છું..!
એની આંખ ના અરમાન બોવ મોટા છે,
અને એ પુરા કરવા મારી આંખોનું શમણું છે..!
અને તેમ છતાં એમાંથી વહેતા દરિયાનું એક મોજું મને ભીંજવી જાય છે,
અને મને મારી સંવેદનાનું સરનામું મળી જાય છે...!
અને પાછી બોલે પણ છે,
kishan આ આંખ ફક્ત તારી સામે જ રડે છે,
અને બસ સમય પકડ માંથી સરકે....
#આંખો