દુર ભલે તું મારાથી છે, મારી પળ પળ પર તારો છાંયો છે
હું નથી તારી સાથે તો શું? મારી દુઆનો તું પડછાયો છે..
સાંજ... એટલે...
તારાં આવવાના અહેસાસ ની,
સોનેરી ક્ષણ..!!
વિચારતો હતો કે જીતી રહ્યો છું તને
પણ સમયે સાબિત કર્યું કે,_
જીતી ને પણ હારી રહ્યો છું તને.
સંતાવવું છે મારે તારા હ્રદયના ખુણામાં...
ચાલ તું એક બે ત્રણ ગણ...!!!
સાવ એમજ નથી ઉગતો આ દિવસ કઈં,
એમાં તો આખેઆખી રાત વાવવી પડે છે.
આમ અચાનક મિલન કયાં થી થાય?