પ્રેમને માપી શકાયે ના ભલા
પ્રેમને ડામી શકાયે ના ભલા
અવરોધના પથ્થર તોડીને
ખળખળ વહેતું ઝરણુ છે ભલા.
ગુલામીની જંજીર તોડીને
મુકતિના મેદાનમાં રમતુ ભલા
છો ને અઢી અક્ષરનો દેહ હો
તો ય જનમોજનમનો એનો વ્યવ્છે ભલા
ઇશની ઇબાદત કે હો બંદગી
પ્રેમમાં બધું આવી જાતુ ભલા