તું નજર ફેરવ
ઇશ તારી આસપાસ છે
કયારેક ફૂલની સુગંધ થૈ
કયારેક કોમળ કુંપળ થૈ
મલપતો હશે...તું નજર ફેરવ
કયારેક રણમાં વીરડી બની
કયારેક રૂમઝૂમતુંઝરણ બની
વિહરતો હશે...તું નજર.ફેરવ
કયારેક આંખના અશ્રુ રૂપે
કયારેક સ્મિત થૈ અધર પર
છલકાતો હશે....તું નજર. ફેરવ
કયારેક ગીત ગૂંજન થૈ
કયારેક મૌન મુખરિત થૈ
પથરાતો હશે....તું નજર ફેરવ!