#આંખો
પ્રથમ મિલન કરાવતી આંખો,
પ્રેમ પગથિયાં ચઢાવતી આંખો,
સુરત પ્રેમની બનાવતી આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....
પ્રેમ નો ઊંડો સાગર આંખો,
પ્રેમ ભરેલી ગાગર આંખો,
પ્રેમ નજર નો શૃંગાર આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....
પ્રેમ સુધા વરસાવતી આંખો,
પ્રેમથી ભીંજાવતી આંખો,
પ્રેમ રંગ ચઢાવતી આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....
પ્રેમ હરખ નો અંબાર આંખો,
પ્રેમ ઢંગ ની બહાર આંખો,
પ્રેમ રોગ નો જ્વાર આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....
પ્રેમ નગર નો દ્વાર આંખો,
પ્રેમ કરાવે પાર આંખો,
પ્રેમી નો સંસાર આંખો,
આંખો પ્રેમ ને આપતી પાંખો.....
- Dilwali Kudi