તું મારા જીવનના ચિત્રનો ફિનિશિંગ ટચ છે,
તારું માદક, મધુર સ્મિત, ખરેખર ટુ મચ છે.
સૌથી મોટો દિવસ હતો મારા આ જીવનનો,
જ્યારે તેં કહ્યું કે તારા તરફથી પણ યસ છે.
સંમોહિત છું હું તારા રૂપ, ગુણ ને આત્માથી,
એટલે જ દરેક ક્ષણ પર તારો જ તો વશ છે.
હું છું લહેર, તું કિનારો જે છે મારી મંજિલ,
તું મારા નસીબમાં લખાઈ, તેનું અચરજ છે.
હદથી વધુ મળેલી આ ખુશીઓનો '#અખ્તર ',
કાયમ આપણે, ઈશ્વરને જ આપ્યો યશ છે.