આજે રવિવાર,
તો ફરીથી સંબંધો ના પોટલા માંથી ગયા રવિવાર નો જ બદનામ સંબંધ લઇ ને આવ્યો છું, પરંતુ બીજા એન્ગલ થી...
ઘણી વાર આપણ ને આ એક વાક્ય સાંભળવા મળે છે, જે લગ્ન લાયક છોકરા ની મમ્મી ને એમની બહેનપણી ઓ કહેતી હોય છે..
"દીદી, સાંભળી ને રેહજો, આ આજની છોકરીઓ આપણા છોકરાઓ ને ફોસલાવી ને પોતાના વશ માં કરી લે છે"
-- અરે, મારું એમ પૂછવું કે લગ્ન લાયક છોકરો છે તમારો, કોઈ નાનો કીકો નથી કે ચોકલેટ કે એવું કઈ આપી ફોસલાવી શકાય...
જેના પોતાના ઘર માં જ કંકાસ ચાલતો હોય ને તે અહિયાં પણ કાન ભરી જાય છે,
બિચારી પેલી છોકરી ના ઘર માં આવા પેહલા જ એને ગુનેગાર સાબિત કરી જાય છે..
અને આપણે ભૂલી જઈએ છીએ કે તે પોતાનું બધું છોડી ને આપણી પાસે આવી છે,
પોતાની સાથે થોડી યાદો જ લઇ ને આવી છે...
તમે તેને અપનાવી તો જુઓ એક દીકરી ને જેમ, તે ઘર ને સ્વર્ગ બનાવવાની કળા ભગવાન પાસે સીખી ને આવી છે...
મોરલ ઓફ ધી સ્ટોરી : લગ્ન પેહલા મેહરબાની કરી ને કોઈ પણ છોકરી વિષે આપણે કોઈ આંધળું અનુમાન ના લગાવીએ..
ફરીથી સમજદાર કો ઈશારા હી કાફી હે ...