*મને-તમે*
મૌન રહી મુશ્કેલીમાં મુકો છો મને,
સાને આવી અટકળો કરો છો તમે.
આંખોથી અળગો રાખો છો મને,
સાને આવી હરકતો કરો છો તમે.
સ્વપનમાં આવી સતાવો છો મને,
આમ આખી રાત વિતાવો છો તમે.
આંખ ઉઘડેને યાદ આવો છો મને,
આમ રોજ સવારે જગાડો છો તમે.
ગુનેગાર તમારો માનો છો મને,
એટલે જાણે અલગ વર્તો છો તમે.
સમજદાર નથી એવું કહો છો મને,
એટલે 'ગીરીશ' ને પાગલ કહો છો તમે.
✍ *ગીરીશ મકવાણા*