એક સાંજને સરનામે.....
ખાલીપ વાળી આ જીંદગી માં,
તું કહે, તો મેહેફિલના જામ ભરી દઉં...
એક સાંજને સરનામે,
તું કહે, તો તારું નામ લખી દઉં...
આંખમાંથી વહેતા અશકો ખાતર,
પ્રેમભરી એક મુલાકાત લખી દઉં...
એક સાંજને સરનામે,
તું કહે, તો તારું નામ લખી દઉં...
મુરઝાઈ ગયેલા આ જીવન માં,
લાગણીના બે-ચાર વરસાદ લખી દઉં...
એક સાંજને સરનામે,
તું કહે, તો તારું નામ લખી દઉં...
તરસી રહેલા આ જીવન માં,
મારા હોઠની, તારા હોઠ પર, ભીનાશ લખી દઉં...
એક સાંજને સરનામે,
તું કહે, તો તારું નામ લખી દઉં...
તારા સંભારણાથી તરબોળ આ હૃદયમાં,
શેષ રહેલા, જીવનના શ્વાસ લખી દઉં...
એક સાંજને સરનામે,
તું કહે, તો તારે નામ મારા "પ્રાણ" લખી દઉં.....
-બંસરી ઉપાધ્યાય