ઓગળી ગયો સૂરજ સાંજ ઢળતાં જુઓ
ઉગતા જ ચન્દ્ર જાણે અંધકાર થયો
ને તારાઓના પણ જીવન માં ઝબકાર થયો
જેવી પડી સવાર નવો પ્રકાશ થયો
સૂરજ નો ફરી નવો ઉજાસ થયો
ધરતી ને આકાશ નો જાણે વાર્તાલાપ થયો
દૂર સુધી ક્ષિતિજ માં એવો આભાસ થયો
ગરજયો મેહ ને વરસાદ ધોધમાર થયો
જોઈ લીલોતરી ને જાણે કુદરતનો સાક્ષાત્કાર થયો