જીંદગી........!
તૂ પણ કેટલી વિચિત્ર છે ને....?
વ્હાલી જીંદગી..!
તને વ્હાલી કહેવી કે ન કહેવી
એ પણ અધુરો સવાલ છે??
Nilam_Monik_vithlani
તું જ હસાવે ને...!
તું જ રડાવે....!
તું જ સતાવે ને...!
તું જ મનાવે...!
કયારેક તું પળ માં
ખોબો ભરીને ખુશી દઇ દે
તો...!
કયારેક એક જ પળ માં
દૂઃખ ના પહાડ ઉભા કરી દે છે..!
કયારેક હિમ્મત નુ આલિંગન આપે છે
તો...!
કયારેક મળેલો ખભો પણ દુર કરે છે...!
તૂ તો રોજ મારી Test લે છો
એ પણ Out of course ..!
છતાં મને next_step લેવા ની
હિમ્મત તો તું જ આપે છે..
એટલે જ તો,...,
મારે તને માણવી છે
મારે તને જાણવી છે
અને તને જીવવી છે....!