એ અશ્રુબિન્દુ મુજપર પડી જવા દો
હવે ઉઠું નહીં કદાચ રહી જવા દો
ધગધગતી ધરા સળગે છે માહી
રેલાતા પાણી વહી જવા દો
ઢોંગ ધતિંગ બહુ હતા મારા, ખ્યાલ છે
પણ આજ મને ચૂપ રહી જવા દો
ખુદની ખુમારીથી ખાલી હતો હું
આજ મને બધુ સમેટી લેવા દો
બહુ બધી ફરીયાદો હતી બધાને
કહું બસ આજે એ જવા દો
શબ્દો એનાએ ભલે ખુટતા
આજે તો એને બસ કહેવા દો
ખુદમાં જ પૂરાઈ રૂંધાઈ ગયો
કહું આજે મને જવા દો
Always aman (poems of aman)