📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
🌹ગુલાબ 🌹
💦💦💦💦
આ લીલા વૃક્ષો માં લાલ ફૂલ જાણે નવ યૌવના ના હોઠ ની લાલી
આ વડ ની વડવાઈ જાણે કોઈ રૂપસુંદરી ના કાળા ઘાટા કેશ
આ ઝરણા નો ઝંકાર
જાણે કોઈ કોડીલી કન્યા ના ઝાંઝર નો ઝંકાર
આ ફૂલો પર પડેલા ઔસ બિંદુ જાણે કોઈ
અપ્સરા ની ભાલ પર ની બિંદી
કેવી પ્રકૃતિ સર્જી તે ન્યારી
હું તારા પર જાઉં વારી
જેની કૃતિ આટલી મનોરમ્ય મોહમયી હોય
એનો રચયિતા કેવો હશે?
અદમ્ય ઝંખના ઉભરી આવી આ હૃદય ના ખૂણે
મખલુકાત ના પરવરદિગાર ને
એક ઝલક જોવા કાજે
અદમ્ય ઝંખના ને પરિતૃપ્ત કરવા
પ્રણેતા ની એક ઝલક પામવા હું ગયી પ્રકૃતિ ની ગોદ માં
અલબેલી હવા સાથે
અલબેલી અલ્લડ કન્યા જેવી શરારતી હવા એ છેડછાડ કરી મારા પાલવ સાથે
મારો પાલવ અટવાયો જઇ ને કંટક મહી
સહસા અણધારી મુલાકાત થઈ ગયી મારી ગુલાબ સાથે મંદ મંદ હાસ્ય અને પુલકિત ચહેરો જાણે ઈશ્વર ની શ્રેષ્ઠતમ કૃતિ
બસ મારી ખોજ અહીં પુરી થઈ ગયી
જાણે કિરતાર ની મુલાકાત થઈ ગયી
ફૂલો જાણે ઈશ્વર નો આબેહૂબ ચહેરો લાગ્યો
ઈશ્વરે માનવી ને લખેલ પ્રેમ પત્ર લાગ્યો
મુશાયરા માંજેમ શાયર પોતાની વાહહ વાહહ સાંભળી હરખાઈ ઉઠે
એમ મારી પ્રશંશા થી
આ ફૂલ નો ચહેરો ખીલી ઉઠ્યો શરમાઈ ને લાલચોળ બની ગયો🌹
ગુલાબ નું મંદ મંદ હાસ્ય મને મારુ પોતીકું લાગ્યું મને મારુ સ્વજન લાગ્યું
ગોષ્ઠી કરી મેં ગુલાબ સાથે પૂછ્યા એના હાલચાલ થોડાં સંવાદો થકી
હે ફૂલ તને કોઈ ઈશ સામે ફરિયાદ નથી?
તને કાંટા ઓ ની વચ્ચે ખિલાવ્યું
તને થોડું અમથું આયુષ્ય આપ્યું
ના હું તો શુકર ગુજારું ઈશ નો
આવો અમૂલ્ય અવતાર દીધો મને
સંઘર્ષો ની વચ્ચે પણ ખીલવાની તાકાત આપી
થોડું મળ્યું પણ મેં ઘણું કર્યું બીજા ને કામ આવ્યું મારુ આયખું
હે ફૂલ તને કોઈ ફરિયાદ નથી ભમરા માટે?
તારો રસ એ ચૂસી જાય
ના હું તો પ્રેમ નો સંદેશવાહક
લોકો ને સંદેશો આપું નેક
નફરત થી કશું ના મળે
આ પ્રેમે પથ્થર પીગળી જાય
જોને આ લાકડા ને કોરી ખાતો ભમરો પ્રેમ થી મુજ માં સમાઈ જાય
આ નાનકડું ગુલાબ મોટો સંદેશો દઈ ગયું જીવવાની જડીબુટી
દઈ ગયું
મરી ને એ અત્તર થઈ ગયું
થોડું જીવી ને એ અમર થઈ ગયું
જો ને ગુલાબ કેટલું મશહૂર થઈ ગયું🌹
🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹
મિનાઝ વસાયા મહુવા ગુજરાત